PRITESH PANCHAL –– JHALOD
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જોડે તા.૧૧-૦૧-૨૦૨૧ ના રોજ બેઠક કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની માંગણી ના સંતોષતા તે બેઠક નિષ્ફળ નીવડી હતી. જયારે તા-૧૬-૦૧-૨૦૨૧ ને શનિવારના રોજ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયેરને જે કોરોના વેક્સિન આપવાના છે તે ગ્રેડ પે ની માંગણી ન સંતોષતા કોરોના વેક્સિનના તમામ ૧૨૪૫ કર્મચારીઓ આ વેક્સિન નહીં લે અને મૂકશે પણ નહિ. જેમાં ઝાલોદનાં ઓપરેશન કેશ ૦૦, આર્ટીફીશીયલ કેશ ૦૦. બાળકો અને સગર્ભાઓ આર્ટિફીશીયલ રસીકરણથી વંચીત રહ્યા. ચુંટણી બુથ પર કોરોના વેકશીન કરવાનું આયોજન હતું, પરંતુ પંચાયત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓના હડતાળ પર જવાથી અને જ્યાં સુધી તેઓનું યોગ્ય નીરાકરણ નહી આવે તો આ કામગીરી પણ ખોરવાઈ જશે એવું તમામ કર્મચારીઓએ જણાવ્યું હતું.