સરકારી પોલિટેકનિક, દાહોદ ના એન.એસ.એસ. વિભાગ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૪ થી તા.૧૯/૦૩/૨૦૨૪ સુધી ઉસરવાણ ગામ ખાતે“મતદાન જન-જાગૃતિ અભિયાન” ની થીમ સાથે કરાયેલ સાત દિવસીય વાર્ષિક શીબીરનું સમાપન તા. ૧૯/૦૩/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દિપ-પ્રાગટ્ય અને સરસ્વતી-વંદનાથી થયા બાદ સર્વ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કુ.સિદ્ધિ શેઠ, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર, સરકારી પોલિટેકનિક, દાહોદએ ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આ શિબિરનાં ભાગ રૂપે સાત દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃતિઓ ના એહવાલ રજૂ કર્યા. જેમાં સાત દિવસ દરમિયાન કરેલ પ્રભાત ફેરી, યોગા, ધ્યાન, પ્રાર્થના, ધાર્મિક સંસ્મરણો સાથે શુભ સવાર થયે ચા – નાસ્તો અને દૈનિક ક્રિયાઓ પતાવ્યા બાદ નક્કી કરેલ વિશેષ કાર્યક્રમો જેવા કે મતદાન જન-જાગૃતિ અભિયાન, અંધ શ્રદ્ધા નિદાન, બાળ મજૂરીની અટકાયત માટે ગ્રામજનોમાં જાગૃતિ, કુરિવાજ – કૂણીતી નિવારણ અંગે જાગૃતિ, ડિજિટલ ઈન્ડિયા, ગૌ આધારિત ખેતી, પ્રથિમિક શિક્ષણ અને રોજગાર, સ્વાસ્થય અનુલક્ષી પ્રાથમિક શાળાના વિધાર્થીઓના વિદ્યા, અરજન – જમણ તથા યોગ્ય જરૂરતો આપી શકાય એવા કાર્યો, રમત-ગમત, વ્યસન મુક્તિ આધારિત શેરી નાટકો, આદ્યાત્મિક સત્ર, ઉસરવાણ પ્રાથમિક શાળામાં NSS નાં વિદ્યાર્થીઓના માધ્યમ થી તમામ વર્ગોમાં એક દિવાસીય પાઠન અને“બાળ મજૂરી”વિષય પર નિષ્ણાત ડૉ. ઉત્પલ ગણાત્રાએ વ્યાખાયાન આપ્યું. આ સાથે“સ્વછ્તા ત્યાં”ના સૂત્ર અનુસરતા સાતે દિવસ સ્વછ્તા અભિયાન ચલાવી ગામને સ્વચ્છ અને સુંદર બનાવામાં અમૂલ્ય યોગદાન આપ્યું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ મતાભાઈ કિશોરી, તાલુકા પંચાયત પ્રમુખ, દાહોદએ આ કેમ્પમાં જોડાયેલ શિબિરાર્થી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સંબોધતા જણાવ્યુ હતું કે આવા કેમ્પના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને પોતાની પ્રતિભા ઉજાગર કરી છે. તેમણે ખાસ દરેકને પ્રેરણા આપી કે એન.એસ.એસ. સ્વયંસેવકો ગામજનોને ભણતર અર્થે માર્ગદર્શન કરીને તેઓને તેમના યોગ્ય શિક્ષા અને સૂચરું જીવન જીવવા પ્રેરક બને. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઇ ભાભોર, નાયબ સરપંચ, ઉસરવાણ ગામએ શિબિરાર્થી વિદ્યાર્થીઓને આ કેમ્પમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં જોડાયેલ ડૉ. ઉત્પલ ગણાત્રાએ યુવાનોને યુવાનીનો ઉપયોગ દેશનાં વિકાસ માટે કરવો જોઈએ અને મતદાન માટે સજગ થવાની શીખ આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પી.વી. સિંઘ એ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ક્રિષ્નાબેન મેહતા, આચાર્ય, સરકારી પોલિટેકનિક, દાહોદએ આ કેમ્પના આયોજન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને કેમ્પની સફળતા બદલ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ કુ. સિદ્ધિ શેઠ, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર, ના યથાક પ્રયાસ થી સફળતા પૂર્વક પૂર્ણ થયો.