દાહોદ, સરકારી પોલિટેકનિકમાં તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ મહિલા વિકાસ સમિતિ દ્વારા વિદ્યાર્થિનીઓ માટે બિજિ હેન્ડ્સ ના સ્થાપક રાખીબેન કે. શાહ અને તેમની ટીમ દ્વારા “ગ્રો અને ગ્લો” વિષયક એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું, રાખીબેન દ્વારા આ સેશન લેવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા ટેબલ મેનર્સ, એટીકેટ્સ, પર્સનાલિટીના સર્વાંગી વિકાસ માટે વિવિધ તબક્કે માહિતી આપવામાં આવી તથા તેને વધુ વિકષિત કરવા માર્ગદર્શન દોરવામાં આવ્યું. આ કાર્યક્રમ સરકારી પોલિટેકનિક દાહોદના આચાર્ય કે.બી. મહેતા મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.કે. શેઠ મેડમ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એફ.કે. લેનવાલા મેડમ તથા મહિલા વિકાસ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું.