- *M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારોને રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ, યોજનાકીય સહાયોના હુકમોનું વિતરણ કરાયું*.
- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃધ્ધિ” ના વિઝનને સાકાર કરવા નવી રચાયેલ M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીની રચના સંદર્ભેની મેગાઈવેન્ટનું દાહોદમાં એ.પી.એમ.સી. ખાતે “આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિમિતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિ સહિત એ.પી.એમ.સી.ના ડિરેક્ટરો, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ સહકારી બેન્કના ડિરેક્ટરો, દૂધ સંઘ ગોધરાના ડિરેક્ટરો, દાહોદ જિલ્લામાંથી આવેલ મંડળીના ચેરમેન, સેક્રેટરી, કમિટી સભ્યો, સભાસદો, જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળી, દાહોદના બી.સી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન કચેરી તરફથી આપવામાં આવતી સીઓપી-૫ સહાયની મંજૂરીના હુકમો, નવીન રચના કરવામાં આવેલ દૂધ મંડળીઓના રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ, નવીન શાહુકારોના પરવાના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ સાથે ધી પંચમહાલ જિલ્લા સહકારી બેન્ક લી. દાહોદ શાખા તરફથી ખેડૂતોને કે.સી.સી. એનાયત કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સહકાર ખાતાની વિવિધ યોજનાઓ તેમજ નાબાર્ડની વિવિધ યોજનાઓ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. “સુશાસન દિવસ” અંતર્ગત “પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ” ના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવીન ૧૦,૦૦૦ બહુ વિવિધ કાર્યકારી સેવા, દૂધ, અને ફિશરીઝ મંડળીની નોંધણી કરવામાં આવી હતી જેનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.