- દાહોદ વિધાનસભામાં 34 કરોડના ખર્ચે નવીન બનનાર રસ્તાઓ માટે સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત વિધિ હાથ ધરવામાં આવી.
- દાહોદ વિધાનસભા ની છ જિલ્લા પંચાયત સીટના ગામોમાં 43 રસ્તાઓ માટે ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત વિધિ હાથ ધરવામાં આવી.
દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ છ જિલ્લા પંચાયત સીટોમાં ગલાલીયાવાડ, જાલત, ખંગેલા, ખરોડ, ખરોદ, ઉચવણીયાના 25 થી વધુ ગામોમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે દિવાળી પૂર્વે નવીન રસ્તાઓ માટે લોકોની સુવિધા હેતુ 34 કરોડના ખર્ચે નવીન બનનાર ડામર, RCC રોડ માટે ભૂમિ પૂજન, ખાતમુહૂર્ત વિધિ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાભાઇ કિશોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડામોર, જિલ્લા પંચાયત સીટના સદસ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છ જિલ્લા પંચાયત સીટોના ગામોમાં બોરવણી થી બિલવાળા, ખજૂરીથી ચામુંડા માતા મંદીર, રાજપુર થી પ્રાઇમરી સ્કૂલ, રેટીયા થી નાળા ફળિયા, ખંગેલા થી ખજુરી, ઇટાવા થી સમુડા, રાવત કોતર સુધીનો રોડ, ગલાલિયાવાડ થી રળીયાતી સહિત વિવિધ રસ્તાઓ માટે ભૂમિ પુજન ખાતમુહૂર્ત વિધિ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે લોકોને સંબોધીને જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારના ગામડાના લોકોને પણ મુખ્ય પાયાની સુવિધા રૂપ રસ્તાની સુવિધા મળી રહે સહેલાઈ થી લોકો અવરજવર કરી શકે તે માટે નવીન 43 રસ્તાઓ માટે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ દાહોદ જિલ્લાનો દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાની નેમ લઈને ચાલતા હોવાનું જણાવી ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓ લોકો સમક્ષ મૂકી હતી.