THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની સીધી સુચના હેઠળ પોલીસ અધિક્ષક રિવરાજિસંહ જાડેજા દાહોદનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્પથિતિ જાળવવા સારૂ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગ ઉપરથી ગેરકાયદેસર હથીયારોની હેરાફેરી રોકવા તેમજ હથીયારના કેસો શોધી કાઢવા સારૂ એલ.સી.બી.દાહોદને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ અગાઉ ગેરકાયદેસર હથીયારના ગુનામા ઝડપાયેલ આરોપીઓ ઉપર તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓની ગતિવિધિ ઉપર માહિતી મેળવવા માટે સતત કાર્યરત હતી.
દરમિયાન એલ.સી.બી.,પો.ઇન્સ. એસ.એમ. ગામેતી તથા એસ.જે. રાણા ઇનચાર્જ પોલીસ ઇન્સપકટર LCBનાઓની સુચના મુજબ પો.ઇન્સ. ડી.આર. બારૈયા તથા પો.ઇન્સ. એસ.જે. રાઠોડ તથા પો.સ.ઇ. એન.બી.પરમાર તથા એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં કાર્કાયરત હતી દરમિયાન એલ.સી.બી.ટીમને બાતમી હકીકત મળેલ કે, એક કાળા રંગના પલ્સર મો.સા.નંબર જીજે.૧૭.સીએમ.૦૨૯૪ ઉપર ગેરકાયદેસર રીતે હથીયાર લઇને બે ઇસમો કંજેટા થી સેવિનયા ચોકડી તરફ આવનાર છે. જે આધારે વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી મો.સા.સાથે પકડાયેલ આરોપી ભરતસિંહ અભેસિંહ બારિયા ઉ.વ. ૨૨ વર્ષ ધંધો મજુરી, રહે.પુજારા ફળિયું, ફાંગીયા, તા. દે.બારિયા જી. દાહોદ તથા દિલહર ભુપેન્દ્ર રાઠવા ઉ.વ. ૧૮ વર્ષ ધંધો અભ્યાસ રહે.પુજારા ફળિયું, ફાંગીયા, તા. દે.બારિયા જી. દાહોદ પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો નંગ – ૦૧ કિંમત રૂપિયા ૨૦૦૦/- તથા પલ્સર મો.સા.નંબર જીજે.૧૭.સીએમ.૦૨૯૪ કિંમત રૂપિયા ૭૦, મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની ર્કાયવાહી કરી સાગટાળા પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ.
આમ, સાગટાળા પો. સ્ટે. વિસ્તારમાં કંજેટા થી પાંસિયાસાળ ચોકડી વચ્ચેના રસ્તે મો.સા. ઉપર ગેરકાયદેસર અગ્નીશસ્ત્ર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે બે આરોપીઓને ઝડપી પાડી હિથયાર ધારાનો કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સફળતા મળેલ છે.