PIYUSH GAJJAR – VIRAMGAM
સાણંદ તાલુકાનાં ખોરજ ગામે ગુજરાત રાજ્ય કારદિદીઁ રાજપુત સમાજ કેરીયર ગાઇડન્સ એકેડમી દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાઇ ગયો. તેમાં ધો ૧૦ અને ૧૨ પછી શું અને સ્પર્ધાત્મક પરીક્ષા તેના વિષે GRCA, SANAND ની ટીમ તથા માગઁદશઁકો દ્વારા તથા એસ.એસ.સોઢા સાહેબ અને જયેન્દ્રસિંહ જાદવે માર્ગદર્શન આપ્યું હતું. તથા કારડિયા રાજપુત સમાજ સાણંદ – વિરમગામના પ્રમુખ ધ્રુવરાજસિહ જાદવ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. અને સમાજ ને શિક્ષા તરફની દિશા બતાવવામાં આવી. સાણંદ-વિરમગામ ના સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા આપવામાં આવ્યા, કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયુ ત્યારબાદ વિદ્યાર્થીઓ ને હાર્દિક શુભેચ્છાઓ, અને સંચાલકોને આભાર વ્યક્ત કર્યો હતો.