રાષ્ટ્રભક્ત લોકસાહિત્યકાર સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલ ક્રાંતિવીરોની ગાથા વર્ણવતા ભવ્યાતિભવ્ય કાર્યક્રમને માણવા જનમેદની ઊમટી.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ મનાવવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વિરાંજલી સમિતિ અને GTPL ના સંયુક્ત ઉપક્રમે વિરાંજલી 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સાહિત્યકાર સાઈરામ દવે અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલ ક્રાંતિવીરોની ગાથા એવા વિરાંજલી 2.0 કાર્યક્રમને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા માણવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમર વીર શહીદોના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને વિરાંજલી કાર્યક્રમના પ્રણેતા પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શહીદ વીર સપૂતો અમર રહે, જે સદા મા ભારતીનો જય કહે ! મા ભારતીના વીર સપૂતો અને દેશની આઝાદી માટે શહાદત વહોરનાર અમર શહીદ સરદાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક અમર ક્રાંતિકારીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરતા શહીદ દિવસ નિમિત્તે વીરાંજલિ સમિતિ દ્વારા છેલ્લાં 17 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે આયોજિત થનાર અને લોકચાહના મેળવનાર વીરાંજલિ કાર્યક્રમનું આ વર્ષે સાણંદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્ત લોકસાહિત્યકાર સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલ ક્રાંતિવીરોની ગાથા વર્ણવતા આ અદ્ભૂત અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશભક્તો ઉપસ્થિત રહીને અમર શહીદોની આરતી કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.