PIYUSH GAJJAR – VIRAMGAM
● રૂપિયા 500ની 6,267 નોટ અને રૂપિયા 1000ની 1859 જૂની નોટો ઝડપાઈ.
અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આજે નોટબંઘીને છ માસ પુરા થવા આવ્યા ત્યારે આજે જૂની નોટોની નવી નોટોમાં તકબદીલ કરવાનો એક નવો જ કારોબાર આકાર પામ્યો લેવા છે. SOG રૂરલ પોલીસે સનાથલ સર્કલ પાસેથી બે આરોપીની ધરપકડ કરીને 500 અને 1000 ના દરની જૂની નોટો મળીને કુલ 49 લાખ જપ્ત કર્યા છે. ઝડપાયેલા બંને શખ્સો વટવા અને ફતેહવાળી વિસ્તારના રહેવાસી છે. 49 લાખની આ જૂની નોટોનો 8 લાખમાં સોદો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી હબીબ સમા અને શાંતિલાલ ચુડાસમા કારમાં 500 રૂા.ની 6,267 નોટો અને 1000ના દરની 1,859 નોટો સાથે ઝડપાયા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ પૈસા બેકરીનો ધંધો કરતાં તાહીર પાસેથી લાવ્યા હતા. તાહીર આ પૈસા રાજુ સોની અને હિંમત રાજપુત નામના શખ્સો પાસેથી લાવ્યો હતો. તાહીરે 49 લાખની જુની નોટોનો 8 લાખમાં સોદો કર્યો હતો, જેમાંથી તેણે 6 લાખ ચૂકવી દીધા હતા. પોલીસે હાલ બંને આરોપી કાયદેસરની કાર્યવાહી હાથધરીને તાહીર, રાજુ સોની અને હિંમત રાજપુત અંગે વધુ તપાસ હાથધરી છે.