THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
સાબરકાંઠા જિલ્લામાં ચાલતા પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશન અને રાજશ્યામા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા હિંમતનગરના પોલીસ હેડક્વાટર્સમાં આંગણવાડી ખાતે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશના ટીપા પીવડાવવાનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ સમગ્ર ગુજરાતનાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ જીલ્લામાં પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશનના પાટણના જયેશભાઇ, બિશુભા, અરવલ્લીના પરેશભાઈ, ભાવેશભાઈ, મેહુલભાઈ, સાબરકાંઠાના રણજીતભાઈ, અશ્વિનભાઇ, તેજસભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ દરજી અને મહેસાણાના બકુલસિંહ, દિવ્યરાજસિંહ વગેરે પોલીસ લાઈન બોય્સ હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ અને સામાજિક કાર્યકર ડીકુલ ગાંધી હાજર રહ્યા હતા અને પ્રોગ્રામના અનુરૂપ વ્યક્તવ્ય આપીને પોલીસ લાઈન બોય્સના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ પુત્રો રણજીત, અશ્વિન, તેજસ, જગદીશ, જીગર, નિતેશ અને બીજા મિત્રોએ ખૂબ મહેનત કરી હતી અને કાર્યક્રમને પુરેપુરો સફળ બનાવ્યો હતો.