કર્મ કરવુંજ હોય તો કઈ પણ રીતે થાય એજ ઉક્તિ ને સાર્થક કરતી એક ઘટના સાબરકાંઠાના પુસરી બની છે.સાબરકાંઠાના ગ્રામ પુસરી ના સરપંચ હિમાન્સુ પટેલને વિચાર આવ્યો કે રાજ્ય સરકાર રાજ્ય કક્ષાનો પંતગોત્સવ કરે છે તો જીલ્લા કક્ષા એ જીલ્લાનો પંતગોત્સવ મનાવાય તો ગ્રામ્ય ક્ક્ષાએ પણ ગામનો પંતગઉત્સવ થવો જોઈએ જેથી આજે પુંસરી ગામે પંતગોત્સવ મનાવાનો ગ્રા.પં પોતે પુંસરી ગ્રાપંના પંતગો બનાવી ગામના ૭૦૦ જેટલા પ્રાથમિક શાળાના બાળકો ને મફત પતંગો નું વિતરણ પોતે કર્યું . બાળકો જોડે પંતગોઉત્સવ મનાવવાની મજાજ કઈક અલગ આવે છે અને ગામના લોકો પણ પંતગોઉત્સવમાં જોડાયા બાળપણ કેટલું મજા નું હોઈ છે.


 
                                    

