NILKANTH VASUKIYA – VIRAMGAM
– દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પમાં વિરમગામ શહેર સહિત તાલુકાના ૨૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત સરકાર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે તારીખઃ-૩૦/૦૫/૧૭ને મંગળવારના રોજ મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે વ્યકિતએ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન તેમની જરૂરીયાત મુજબનું સાધન કોઇ પણ સંસ્થા કે સરકાર પાસેથી મેળવેલ ન હોય તેવા દિવ્યાંગ લાભાર્થીને આ કેમ્પમાં ટ્રાઇસીકલ, વ્હીલ-ચેર, કાંખઘોડી, કાનનું મશીન, બ્લાઇન્ડ ફોલ્ડીંગ સ્ટીક, M.S.I.D. કીટ, કૃત્રીમ અંગો, કેલીપર્સ વિગેરે જરૂરી સાધનોના વિતરણ હેતુથી મુલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પમાં વિરમગામ શહેર સહિત તાલુકાના ૨૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વિરમગામના ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી, એસ.એલ.ભગોરા, કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, આરોગ્ય કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, જે દિવ્યાંગ વ્યકિતએ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન તેમની જરૂરીયાત મુજબનું સાધન કોઇ પણ સંસ્થા કે સરકાર પાસેથી મેળવેલ ન હોય તેવા દિવ્યાંગ લાભાર્થીને આ કેમ્પમાં ટ્રાઇસીકલ, વ્હીલ-ચેર, કાંખઘોડી, કાનનું મશીન, બ્લાઇન્ડ ફોલ્ડીંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રીમ અંગો, કેલીપર્સ વિગેરે જરૂરી સાધનોના વિતરણ હેતુથી દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ૨૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.