દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિંગવડના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરી ૨૧ થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું છે.
અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ૧૮ થી ૬૫ વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ અને જેમનું વજન ૪૫ કિલોગ્રામ કે તેથી વધારે હોય રક્તદાન કરી શકે છે.
- ૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે.
આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ. આ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૧થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.