THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
તા.૨૬/૦૯/૨૦૨૫ નાં રોજ અવંતિકા રિસોર્ટ ખાતે સારથી સંસ્થા મહીસાગર અને સહજ સંસ્થા વડોદરાનાં ઉપક્રમે “જાતીય અને પ્રજનન આરોગ્ય ન્યાય તરફ એક પગલું” કાર્યક્રમ નાં ભાગ રૂપે દાહોદ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, ને કાર્યક્રમનું મુખ્ય અતિથી પદ આપવામાં આવ્યું તેમજ તેઓની અધ્યક્ષતામાં જીલ્લા હિતધારકોની મિટિંગ યોજવામાં આવી. જાતીય અને પ્રજનનના આરોગ્ય અધિકારોની સર્વવ્યાપી પહોંચ સુનિશ્રિત કરવા માટે (SDG-3 અને 5) અને તેમાં બધાને માટે સમાનતા, ગરિમા અને સુખાકારી કેન્દ્ર સ્થાને રાખવામાં આખા જીલ્લા સ્તરનાં હિતધારકોની મિટિંગ ભવિષ્યમાં કામ કરવાં માટેની રણનીતિ ઘડવા માટે ઉપયોગી થશે.
ગુજરાતનાં આદિવાસી અને ગ્રામ્ય જીલ્લાઓમાં હજુ પણ વંચિત કિશોરીઓ અને મહિલાઓ સુરક્ષિત, પોષાય તેવી અને કલંક મુકત ગર્ભસમાપન અને પ્રજનન આરોગ્ય સેવાઓ મેળવવામાં કેવા પડકારો અનુભવે છે અને આ પડકારોનો સામનો કરવા માટે આવતી મુશ્કેલીઓ અને સમાધાન, તેમજ આપસી સહયોગ અને નેટવર્ક દ્વારા વધુમાં વધુ લોકો સુધી જાગૃતતા અને કાર્યક્રમો વિષે પેનલ ચર્ચાઓ રાખવામાં આવી, જેમાં સરકારી આરોગ્ય વિભાગમાંથી જીલ્લામાંથી જીલ્લા આરોગ્ય અધિકારી, RCHO અને દાહોદ જીલ્લાનાં તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, CHC અધ્યક્ષો તેમજ RBSK નાં તાલીમ પામેલ ડૉકટરો, પોલીસ ડીપાર્ટમેન્ટમાંથી DYSP જે.પી. ભંડારી, કાનૂની સેવાસત્તા મંડળમાંથી વકીલો, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સખી વન સ્ટોપ સેન્ટર તેમજ ફોગસીનાં પ્રમુખ ડૉ કે.આર. ડામોર અને અન્ય સભ્યો હાજર રહ્યા હતાં. તે સિવાય ફૂડ અને ડ્રગ્સ વિભાગનાં અસીસ્ટંટ કમિશ્નર પરમાર તેમજ દાહોદ જીલ્લામાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ આનંદી સંસ્થા, પ્રકૃતિ ફાઉન્ડેશન ઝાલોદ, ભગીની સમાજનાં પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ હિતધારકોની મીટીંગમાં મહત્વનાં નીકળેલા તારણો જેવાં કે આ વિસ્તારમાં સિકલસેલનું વધુ પડતું પ્રમાણ, મહિલાઓમાં વજન ઓછુ હોવું, ટી.બી. અને લોકોમાં સુરક્ષિત ગર્ભસમાપન અને ગર્ભ નિરોધકોનો ઉપયોગ ઓછો થવો તેમજ ગાયનેક ડૉકટરની સલાહ વગર ગર્ભસમાપનની ગોળીઓ તેમજ ઘરેલું જોખમી ઉપચાર અને માન્યતા વગરના વ્યક્તિઓ દ્વારા ખાનગી રીતે ગર્ભ સમાપન કરાવું અને તેનાંથી ઉભા થતાં જોખમો વિષે ચર્ચા કરવામાં આવી.