Thursday, December 5, 2024
Google search engine
HomeSingvadસીંગવડના છાપરવડ ગામની માસુમ બાળાનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર તેના...

સીંગવડના છાપરવડ ગામની માસુમ બાળાનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર તેના કુટુંબી કાકાને લીમખેડા એડિશનલ સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી

સીંગવડના છાપરવડ ગામની માસુમ બાળાનુ તેના કુટુંબી કાકાએ અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.ત્યારબાદ નરાધમે તેની હત્યા કરી નાખી હતી. આ ગુનાના કેસમાં આજે લીમખેડા એડિશનલ સેશન કોર્ટે આરોપીને ફાંસીની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવતા લીમખેડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.

સિંગવડ તાલુકાના છાપરવડ ગામના કિરણભાઈ બારીયા ની અઢી વર્ષની માસૂમ દીકરી ભુરીબેન ઉંમર વર્ષ  ૨ વર્ષ ૬ માસ ગત તા, 16 સપ્ટેમ્બર, 2018ના રોજ સવારમાં ઘરના આંગણામાં રમતી હતી. તે દરમિયાન સવારના નવેક વાગ્યાના સુમારે તેઓના કુટુંબી કાકા હરેશ ઉર્ફે ભોપત કાંતિભાઈ બારીયા ત્યાં આવ્યો હતો અને બાળકીને ઊંચકીને વેફર ખવડાવવા ના બહાને ઘરથી પાછળના રસ્તા તરફ મનસુખ નાથા બારીયાના ડાંગરવાળા ખેતરમાં ઝાડી ઝાખરા વાળી જગ્યા પર લઈ ગયો હતો. અઢી વર્ષિય બાળકી ઉપર આ નર પિશાચે સો પ્રથમ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી .આ માંસુમ બાળકીનો મૃતદેહ બીજા દિવસે તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે મળી આવ્યો હતો .આ બનાવની ફરિયાદ રણધીકપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી .

જે કેસ એડિશનલ સેશન્સ જજ ભૂપેશ કુમાર શંભુભાઇ પરમાર લીમખેડા ની કોર્ટ મા ચાલી ગયો હતો. કોર્ટે સરકારી વકીલ એસ બી ચૌહાણ ની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી હરેશ ભાઈ ઉર્ફે ભોપત કાંતિભાઈ બારીયા ને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 376 ના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવી ને 10 વર્ષની સખદ કેદની સજા કરતો હુકમ કરવામાં આવ્યો છે તથા હત્યા ના ગુનામાં ફાસીની સજા તથા 5000 નો દંડ અને જો દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારતો ઐતિહાસિક હુકમ કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments