ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિતે દાહોદ જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો મૂકેશભાઈ પટેલ, રમેશભાઈ સંગાડા, શૈલેષભાઈ કુશવાહ સિંગવડ તાલુકાના તમામ આચાર્યો મિત્રો તેમજ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાથી A.D.I. કિશોરી સાહેબ, શાળાના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં જી.એલ. શેઠ હાઇસ્કૂલ, સિંગવડ, મુકામે ઉજવવામાં આવ્યો. જેમાં તમામે અંગ દાનની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન શાળાના આચાર્ય કમલેશભાઈ ડાંગીએ કર્યું તેમજ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી મૂકેશભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન મોદીના નિરોગીમય દીર્ઘાયુષ્ય તેમજ કલ્યાણકારી યોજના માટે ભગવાન શક્તિ આપે એવી તમામને અપીલ કરી મો મીઠુ કરાવ્યું હતું.
સીંગવડની જી.એલ. હાઈસ્કૂલમાં ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૭૨ મો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો
RELATED ARTICLES