
- પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે તજજ્ઞો દ્વારા આપવામાં આવી માહિતી
- ગુજરાત સરકાર હંમેશા ખેડૂતો અને પશુપાલકોની પડખે છે : મંત્રી રમેશભાઈ કટારા
પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા સંચાલિત પશુ દવાખાના સુખસર ખાતે મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે ઉપસ્થિત તજજ્ઞ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો અને મંજૂરી પત્રો લાભાર્થીઓને મહાનુભવના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ પશુપાલકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા તેમણે કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ ચાલી રહી છે આપ તમામ પશુપાલકો આ સરકારની યોજનાઓનો લાભ લઇ પોતાનો સર્વાંગી વિકાસ કરો દરેક ક્ષેત્રમાં આગળ વધી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૨૦૪૭નું વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ, સાથે મંત્રીએ દેશમાં ચાલી રહેલા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામક ડૉ ગોસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખો, પદાધિકારીઓ, પશુપાલન વિભાગના કર્મચારીઓ, ફતેપુરા સુખસર અને સંજેલી તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


