દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલ મહિલા સ્વરક્ષણ કરાટે તાલીમ વર્ગના સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જીલ્લા પોલીસ વડા મનોજ નીનામા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ દાહોદ જીલ્લા પોલીસ વડા નું સ્વાગત આચાર્ય ડો. ગીતાબેન કોઠારી તથા કરાટે કોચ રાકેશ ભાટીયા દ્વારા કરવામાં આવ્યું હતું જયારે ઝાલોદ પી.એસ.આઈ. ડીંડોડનું સ્વાગત પી. જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ આચાર્યએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કરાટે કોચ રાકેશ ભાટીયાનો પરિચય આપ્યો હતો. આ બહેનોને સ્વરક્ષણ કરાટેની તાલીમ કરાટે કોચ રાકેશ ભાટીયા તેમજ કેયુર પરમાર દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ લીધેલ બે બહેનોએ તાલીમથી તેમને શું અનુભવ થયો તે જણાવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ કે. વી. દરજી દ્વારા કરવામાં આવી હતી.