દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન ના P.S.I. સી.બી. બરડાના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફતેપુરા P.S.I. તેમજ પોલીસ સ્ટાફ અને સ્પેશિયલ પોલીસ ફોર્સ સાથે ફ્લૅગમાર્ચમાં જોડાયા હતા. ફતેપુરા તાલુકાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સ્થાનિક (ગ્રામ્ય) સ્વરાજયની ચૂંટણી અનુલક્ષીને ગુનેગારોને કોઈ મોકળુ મેદાન ન મળે અને ઇલેક્શનમાં શાંતિ જળવાઈ રહે જેથી પી.એસ.આઇ. બરંડા તેમજ સ્પેશિયલ પોલીસ ફોર્સના જવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા ફતેપુરા, બલૈયા, નાદૂકણ, નેસરતનપુર, વટલી, મોટી રેલ જેવા ગ્રામ્ય વિસ્તારો અને ફતેપુરા નગરમાં ફ્લેગમાર્ચ યોજ્યો હતો. આમ ફતેપુરા પી.એસ.આઇ. અને પોલીસ સ્ટાફ ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે ખડે પગે એલર્ટ જણાઇ રહી છે. ત્યારે ફતેપુરા પોલીસ પોતાના સમય અને ખાનપાાનનું ભાન ભુલી આ સેવાઓ બજાવી રહી છે તે એક બિરદાવવા લાયક કામગીરી જણાઇ રહી છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફતેપુરા PSI દ્વારા સ્પેશિયલ પોલીસ ફોર્સ સાથે બલૈયા તેમજ આજુબાજુના ગામોમાં ફ્લેગ માર્ચનું કર્યું આયોજન
RELATED ARTICLES