હૉલી જોલી ગૃપ અને દાહોદ નગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી દાહોદમાં પતંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. દાહોદ શહેરના આકાશમાં પહેલ વહેલીવાર વ્યાવસાયિક પતંગ ફ્લાયર્સ દ્વારા વિવિધ આકાર અને કદ સાથેના દરેક મોટા કદના પતંગો ઉડાડશે. ત્યારે આકાશમાં અને જમીન પર પતંગનો શો હશે. સાથે ડી.જે. મ્યુઝિકના તાલે સ્વાદ રસિકો માટે દેખતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી અવનવા નાસ્તા અને ભોજન જેવી વાનગી દરેક દાહોદીયન લોકો માટે રાહ જોઈ રહ્યું છે. તદ્દઉપરાંત સાંજના ૦૬:૦૦ કલાકે લાઇટ શો સાથેનો એકટ પણ રાખવામાં આવશે.
દાહોદ નગરની જનતા માટે ખાસ અગત્યની નોંધ: દાહોદના લોકો તેમના પતંગને ૦૧:૦૦ કલાક થી ૦૨:૩૦ કલાક સુધી ઉડાડી શકશે અને આકાશમાં ઉડી શકે તેવા શ્રેષ્ઠ અને સર્જનાત્મક પતંગ માટે ખુલ્લી સ્પર્ધા રહશે. ત્યારબાદ વ્યવસાયિક પતંગ ફ્લાયર્સ દ્વારા અવનવા ૨૦ ફૂટ થી ૩૦ ફૂટ મોટા પતંગ આકાશમાં ઉડાડવામાં આવશે.
આ ભવ્ય પતંગોત્સવ દાહોદના કાલીડેમ રોડ ઉપર આવેલ હેલીપેડ કે જે દાહોદના લોકો માટે પ્રિય પિકનિક સ્થળ બનીને ઉભર્યું છે. અને આ પતંગોત્સવ આ જ સ્થળે તા.૧૩/૦૧/૨૦૧૮ રવિવારના રોજ બપોરના ૦૧:૦૦ કલાક થી સાંજના ૦૭:૦૦ કલાક સુધી માણી શકશો.
હોલીજોલી ગૃપ અને દાહોદ નગર પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય દાહોદ શહેરને સ્વચ્છ, હરિયાળો અને પ્લાસ્ટિક ફ્રી બનાવવાનો છે અને દાહોદ શહેરની જનતાને જિંદગીભર આ ક્ષણો યાદ રહી જાય તેવા પ્રયત્ન કરવા જઈ રહ્યું છે. તો દાહોદ શહેરની કલાપ્રિય અને દર વખતે અવું નવું કરવાવાળી પ્રજા માટે પતંગોત્સવનું ભવ્ય આયોજન હોલી જોલી ગૃપ દાહોદ નગર પાલિકાના સહયોગથી કરવા જઈ રહ્યું છે તો આ આયોજનમાં આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે.