Friday, April 4, 2025
Google search engine
HomeDahod - દાહોદસ્વચ્છતા અને કોવિડ-૧૯થી બચવા ઘરે રહોના સંદેશા સાથે હરિદ્વારનો યુવાન સાયકલ દ્વારા...

સ્વચ્છતા અને કોવિડ-૧૯થી બચવા ઘરે રહોના સંદેશા સાથે હરિદ્વારનો યુવાન સાયકલ દ્વારા ભારત યાત્રા પર

  • હરિદ્વારથી સાયકલ પર નીકળેલા લુઇસ દાસ માર્ગમાં આવતા ગામોમાં સંદેશો પ્રસરાવતા જાય છે.
  • ૨૭ રાજ્યના સાયકલ ઉપર પ્રવાસ બાદ લુઇસ દાસને ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી સારૂ લાગ્યું.

કોરોના વાયરસના સંક્રમણથી બચવા ઘરે રહો અને સ્વચ્છતા રાખોના સંદેશા સાથે એક યુવાન સાયકલ ઉપર ભરાતયાત્રા ઉપર નીકળ્યો છે. દેશના વિવિધ ૨૭ રાજ્યોમાં આ સંદેશ પ્રસરાવી આ યુવાને ગુજરાતમાં વાપીથી પ્રવેશ કરી દાહોદ આવી પહોંચ્યો હતો. તે સાયકલ ઉપર કોવિડ-૧૯ અને સ્વચ્છતાના બેનરો લગાવી માર્ગમાં આવતા તમામ ગામોમાં સંદેશો પ્રસરાવતો જાય છે.

હરિદ્વારના એક આશ્રમના ૨૯ વર્ષીય અંતેવાસી લુઇસ દાસ ગત તા.૩૦/૧૦/૨૦૧૯ ના રોજ ત્યાંથી સ્વચ્છતાના સંદેશ લઇ સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. તેની યાત્રાના પ્રથમ તબક્કે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવતા જતાં હતા. સાયકલ યાત્રા શરૂ કરી તે બાદના શરૂઆતી દિવસોમાં તેમણે શારીરિક મુશ્કેલીઓનો પણ સામનો કરતા રહ્યા હતા. પણ, તેઓ પોતાના સંકલ્પ પ્રત્યે દ્રઢ રહ્યા છે. જેમ જેમ મુસાફરી કરતા રહ્યા તેમ તેમ તેમનો ઉત્સાહ બેવડાતો રહ્યો છે. તેઓ પોતાની સાયકલ રિપેરિંગનો સામાન સાથે રાખે છે. ક્યાંય પણ ખરાબી થઇ તો સાયકલ જાતે જ રિપેર કરી લે છે. વળી, તેઓ પોતાના ખાવાપીવાની પણ ચિંતા કરતા નથી. તેમના અત્યાર સુધીના દેશાટન દરમિયાન માર્ગમાં હોટેલવાળા, કેટલાક નાગરિકોએ જમવાનું આપ્યું છે.

વળી, તે પોતાનો ટેન્ટ પણ સાથે રાખીને ફરે છે. એટલે કોઇ જગાએ આરામ કરવો હોય કે રાતવાસો કરવો હોય તો તંબુ ઉભા કરીને આરામ કરી લે છે. દાહોદમાં તા.૦૪/૦૫/૨૦૨૦ ના રોજ પ્રવેશ દરમિયાન લુુુઈસ દાસના દેશાટનના પ્રવેશના ૨૧૯ દિવસ પૂરા થતાં હતા. તે રોજની ૮૦ કિલોમિટર જેટલું સાયકલિંગ કરે છે. એ જોતા તા.૦૪/૦૫/૨૦૨૦ ની સ્થિતિએ તેમણે ૧૭૫૦૦ કિલોમિટરનો પ્રવાસ કર્યો છે. તે જ્યારે યાત્રા કરવા નીકળ્યા ત્યારે કોવિડનો કહેર ન હતો. એટલે, માત્ર સ્વચ્છતાના સંદેશ સાથે રહીને નીકળ્યા હતા. તે માને છે કે, સ્વચ્છતા દેશની ઓળખ બનવી જોઇએ. ત્યાર બાદ ફેબ્રુઆરી માં તેમને કોવિડ-૧૯ના સંક્રમણની પ્રથમ માહિતી મળતી હતી. એ બાદ માર્ચમાં લોકડાઉન આવ્યું ત્યારથી પોતાની સાયકલમાં સ્ટે હોમનું પણ બેનર લગાવી દીધું. આટલા લાંબા સમયનો પ્રવાસ તેમના માટે પ્રત્યેક રાજ્યના વિવિધ અનુભવો, સંસ્મરણો અને સાંસ્કૃતિક પરિચયનું ભાથુ બની રહ્યો છે.

ગુજરાત વિશે લુુુઈસ દાસ કહે છે, અત્યાર સુધીમાં ૨૭ રાજ્યો ફર્યો છું, તેમાં ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી સારૂ છે. અહીંના નાગરિકો માયાળું છે. તેઓ દાહોદથી મધ્ય પ્રદેશ થઇ ત્યાંથી દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ થઇ પરત હરિદ્વાર જવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments