FARUK PATEL – SANJELI
પોલીસ અધીક્ષકશ્રી દાહોદના ઓએ S.O.G. ચાર્ટર લગત કામગીરી કરવા તેમજ નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીને પકડવાની વોચ રાખેલ જે અનુસંધાને જરૂરી સુચના અને માર્ગદર્શનના આધારે આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝાલોદ રોડ પર આવેલા ઇટાડી ગામે બે બાઈક સવાર પાસેથી તા.૨૬/૦૩/૨૦૧૮ સોમવારના રોજ ભારતીય ચલણ ની મોદી સરકારે રદ કરેલી જૂની ₹.૫૦૦/- ના દરની ૯૯૮ નોટ અને ₹.૧૦૦૦/- ના દરની ૧૩૯૬ નોટ મળી કુલ ૨૩૯૪ જે કુલ ₹.૧૮ લાખ ૯૫ હજારની માતબર રકમની હેરાફેરી કરતા બે ઇસમો જે લીમખેડા તાલુકાના અરવિંદ વિરસિંગ સંગાડા રે.ચાંચકપુર તળાવ ફળીયા ઉ.વર્ષ ૪૦. અને તેરસિંગ વીંછીયા નિનામાં રે.લીમખેડા પાસેથી દાહોદ S.O.G. P.S.I. એન.જે. પંચાલે, P.S.I. પી.પી.ડાભી તથા S.O.G. સ્ટાફ રાજેન્દ્રભાઈ મુનિયા સાથે મળેલી બાતમીના આધારે સંજેલી થી ઝાલોદ રોડ તરફથી નાકાબંધી દરમિયાન બે ઈસમો કાળા કલરની પેશન પ્રો બાઈક નં. GJ – 7 BJ – 5775 ઝાલોદ તરફ જઈ રહેલા ઇસમોને ઇટાડી ખાતેથી રંગેહાથે ઝડપી પાડી બાઈક ચાલકોની શંકાસ્પદ હિલચાલ જોતા પોલીસે તેઓને ઝડપી લેતા આજ રોજ સાંજના અંદાજે ૦૪:૦૦ વાગ્યાના અરસામાં જૂની ચલણી નોટોની હેરાફેરી કરતા આ બે ઈસમો કે જે નોટ બંધી થયા પછી પણ હજુ કેટલાક ભેજાબાજો ભારતીય ચલણી ₹.૫૦૦/- અને ₹.૧૦૦૦/- ની નોટો બદલવાનો વેપલો કરતા હોય તેવું કોઈ મોટું નેટવર્ક ચલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. સંજેલી જેવા નાના તાલુકામાં પણ આવા ભેજાબાજો કોઈ ચોક્કસ મોટા માથાઓ સાથે કનેક્શન ધરાવતા હોય તેવી પણ આશંકા સેવાઇ રહી છે.
ભારતીય ભારતીય ચલણમાંથી રદ થયેલી જૂની નોટો ₹.૧૦૦૦ તથા ₹.૫૦૦ ના દરની નોટો નંગ ૨,૩૯૪ ની મળી કુલ કિંમત ૧૮ લાખ ૯૫ હજાર ની કિંમત તથા એક મોટરસાઇકલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ તથા બે સેમસંગ કમ્પની ના મોબાઈલ ફોન કિંમત ₹.૧૦૦૦ મળી કુલ ₹.૨૬,૦૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડી સંજેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસર કરવામાં આવેલ છે આગળની વધુ તપાસ ચાલુ છે
આ રદ થયેલ રૂપિયા ૫૦૦ અને રૂ.બે હજારની નોટો અંગે ઇન્કમટેક્સ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને S.O.G. P.S.I એન.જે પંચાલ દ્વારા આ પકડાયેલી નોટો આ બે ઈસમો કયાંથી લાવ્યા ? અને ક્યાં લઈ જતા હતા ? તેની પણ ઊલટતપાસ કરી રહ્યા છે