- વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, અધિકારીઓ તેમજ નગરજનોએ ઉત્સાહ ભેર તિરંગા યાત્રામાં લીધો ભાગ.
- સમગ્ર દેવગઢ બારીયા તાલુકાનું વાતાવરણ દેશ ભક્તિમય બન્યું.
- પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ તમામ નગરજનોને દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યુ
૭૮ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ લોકો હર્ષોલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દેવગઢ બારીયા તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. અને જ્યાં જુઓ ત્યાં બસ તિરંગા યાત્રામાં ભાગીદારી કરનારના હાથમા તિરંગા લહેરાયેલા તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કરેલા નાદ વંદે માતરમ્, ભારત માતા કી જય તેમજ શહીદો અમર રહો દેશ જેવા દેશ ભક્તિના વિવિધ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય કરી દીધું હતું.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
તિરંગા યાત્રા દેવગઢ બારીયાના ઐતિહાસિક ટાવર પાસે આવીને પૂર્ણ થયા બાદ ત્યાં નાનકડાં ભૂલકાઓ દ્વારા નૃત્ય કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ નિમિતે દેવગઢ બારીયા તાલુકાને અગ્નિશામક મીની ફાયર ટેન્ડર પાસ થતા તેનું લોકાર્પણ મંત્રી બચુભાઈ ખાબડના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. એ સાથે મંત્રી બચુભાઈ ખાબડએ તમામ નગરજનોને દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ૧૫ મી ઓગસ્ટના કાર્યક્ર્મમા ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતુ.
આ તિરંગા યાત્રા નિમિતે જિલ્લા પંચાયના ઉપપમુખ અરવિંદાબેન, દેવગઢ બારીયાના મહારાજા તુષારસિંહ બાબા, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, મામલતદાર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સમાજના આગેવાનો સહિત શાળાઓના વિદ્યાર્થીઓ શાળા સ્ટાફગણ અને નગરજનોએ ભાગ લઇ સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા.