THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રળિયાતી રોડ પર આવેલ રાધે ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે તા.૨૮/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ હોલી-જોલી ગૃપ દ્વારા રાત્રી બીફોર નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ રાત્રી બીફોર નવરાત્રીમાં દાહોદના જ ઇન્ટરનેશનલ ગરબા સિંગર એસ.કુમાર અને તેમની પાર્ટી દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ગરબા ઉત્સવમાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર તથા એસ.ડી.એમ. તેજશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ગરબા રમી ગરબા રસિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ગરબા ઉત્સવમાં ગૃપમાં ગરબા રમનાર (ગૃપમાં ઓછામાં ઓછા ૮ વ્યક્તિ) અને તેઓએ પારંપરિક પોશાકમાં અને અવનવી ઢબે ગરબા રમનાર વિજેતાને ₹.૧૧૦૦૦/- ઇનામ આપવામાં આવ્યું હતું. હોલી-જોલી ગૃપ દ્વારા સ્પેશિયલ ઇનામ ₹.૫૦૦૦/- આપવામાં આવ્યું હતું કે જેણે પારંપરિક પોશાકમાં અને કોઈપણ સારી થીમ સાથે પોતાના વસ્ત્રો અલંકાર પહેર્યા હતા. આ ગરબા ઉત્સવમાં સૌથી સારા ગરબા રમનાર મહિલા અને પુરુષને ₹.૨૫૦૦/-, સૌથી સારા પારંપરિક પોશાક પહેરીને ગરબા રમનારને મહિલા અને પુરુષ બંનેને ₹.૧૫૦૦/- અને નાના બાળકોમાં જેમની ઉમર ૫ વર્ષ થી ૧૩ વર્ષ સુધીમાં છે તેવી બાલિકા અને બાળકોને સૌથી સારા પારંપરિક વસ્ત્રો અને એક્શનમાં ગરબા રમનાર ને ₹.૧૫૦૦/- ઇનામ આપવામાં આવ્યું હતું. અને આ ગરબા ગ્રાઉન્ડમાં પોતાના પારંપરિક પોશાકમાં પોતાની સેલ્ફી લેવા એક સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો હતો. અને સ્વાદ રસિકો માટે ટેસ્ટી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને જે લોકોને ગરબા ના રામે તેમના માટે પણ સુંદર બેઠક વ્યબસ્થા કરવામાં આવી હતી.
હોલી-જોલી ગૃપ દ્વારા આ રાત્રી બીફોર નવરાત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ દાહોદ, ગ્રીન દાહોદ અને પ્લાસ્ટિક મુક્ત દાહોદ નો સંદેશો લોકો સુધી પહોંચે તે હતો. અને આ રાત્રી બીફોર નવરાત્રી કરવામાં સંસ્કૃતિ સાડી, વિઝન આઈ, બ્રિજેશ દરજી અને અવંતિકા હોટેલ સ્પોન્સર્સ હતા. અને કો-સ્પોન્સર્સ તરીકે દાહોદ ભગિની સમાજ, યુ.સી.માસ દાહોદ, બંધન સિલેક્શન, લિવ’સ લૂક પાર્લર, રાજશ્રી સિલેક્શન, વસંત મસાલા અને વુમેન્ઝા હતા. સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે અવર દાહોદ, ફૂડના પાર્ટનર શ્રી કૃષ્ણ સ્વિટ્સ અને ફરસાણ હતા.સહયોગી પાર્ટનર તરીકે રાહુલ મોટર્સ, ટી.એમ.જ્વેલર્સ, અક્ષર નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ, જનતા રેડિયો, સુપ્રીમ મેટલનને જૈન જ્વેલર્સ રહ્યા હતા. આ સમગ્ર ગરબા ઉત્સવ રમાડવા માટે હોલીજોલી ગૃપ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી.