ભાજપ દ્વારા જ્યારે પહેલી યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના ચાર ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી એક નામ 129 ફતેપુરા વિધાનસભાની છે જે સાઈટ પરથી વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશ કટારાને રીપિટ કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાની ફતેપુરાની સીટ પર રમેશભાઈ કટારા 2017 માં માત્ર 2711 મતો થી જીત્યા હતા અને આ વખતે કોંગ્રેસ માંથી તેઓની સામે હારી ગયેલ પ્રતિદ્વંધી રઘુ મછાર ને રીપિટ કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી માંથી ગોવિંદ પરમાર ને ટિકિટ આપવામાં આવી છે. ગોવિંદ પરમાર ર્કોંગ્રેસના માજી તાલુકા પ્રમુખ હતા. અને તેઓ પણ ટિકિટની માંગણી કરી હતી. પરંતુ તેઓની ટિકિટ કપાતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તમને આમ આદમી પાર્ટી એ ટીકીટ આપી છે જેનો સીધો ફાયદો ભાજપને થતો જોવાઈ રહ્યો છે.