દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ૧૨૯ – ફતેપુરા બેઠક ઉપર ભાજપના રમેશભાઈ કટારાએ પોતાની ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યું.
ફતેપુરા મામલતદાર કચેરીએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. તેમાં પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સમર્થકો સાથે મોટી સંખ્યામાં સરપંચો વગેરે આવ્યા હતા. રમેશભાઈ કટારા સને ૨૦૧૭ ની ચૂંટણીમાં ફતેપુરા બેઠક ઉપર થી વિજેતા થયાં હતા અને તેઓ તત્કાલીન વિધાનસભા દંડક હતા. રમેશભાઈ કટારાએ ભારે જનમેદની સાથે નામાંકન કરી ફોર્મ ભરવા માટે ફતેપુરા મામલતદાર કચેરી પહોંચ્યા. ફતેપુરા માં આવતા રમેશભાઈ કટારાનું સમર્થકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું
નામાંકન પત્ર ભર્યા બાદ ફતેપુરા નગરમાં જનમેદની સાથે ભવ્ય શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યુ અને “ભૂરીભા પાર્ટી પ્લોટ” ખાતે એક જંગી સભા યોજવામાં આવી હતી.