THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના દરજી સોસાયટી ખાતે દાહોદ ૧૩૨ – વિધાન સભાના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ તા.૨૬/૧૧/૨૦૨૨ ને શનિવારના રોજ રાત્રિના ૦૯:૩૦ કલાકે દરજી સોસાયટીમાં દરજી સમાજ જોડે બેઠક કરી પોતાને મત આપવા અપીલ કરી હતી. અને તેમની સાથે ભાજપ દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઇ, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અલયભાઇ દરજી, શહેર મહામંત્રી અર્પીલ શાહ, ભાજપ શહેર મહિલા મોરચાના પ્રમુખ શીતલબેન પરમાર (દરજી) દરજી સમાજના માતા, બહેનો, યુવા વર્ગ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION
સૌ પ્રથમ દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલે પોતાના વક્તવ્યમાં કહ્યું કે અમો બધી બહેનો સુભદ્રા છીએ અને આપ બધા બલરામ છો તો આપના નાના ભાઈ કનૈયાને આપે વિધાનસભાની ચુંટણીમાં ભવ્ય મત આપી વિજય બનાવશો. ત્યારબાદ ભાજપ શહેર પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઇએ કહ્યું કે હાથી ઘોડા પાલખી ત્યારે દરજી સમાજના લોકો દ્વારા કહેવામા આવ્યું કે જય કનૈયાલાલ કી…. આમ તેઓએ પણ કનૈયાલાલ કિશોરીનો અદ્દભુત રીતે પ્રચાર કર્યો હતો. અને ત્યાર બાદ દાહોદ દરજી સમાજના ચદ્રકાંતભાઈ દરજી એ કનૈયાલાલ કિશોરીને ફૂલમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. અને તેઓ અમારા સમાજના દરેક મત આપને જ મળશે તેવી બાહેંધરી આપી હતી. અને ત્યારબાદ ભાજપ શહેર પ્રમુખ તથા કનૈયાલાલ કિશોરી દ્વારા સમાજના પ્રમુખને એક સંકલ્પ પત્ર આપ્યો હતો. અને નગર પાલિકા પ્રમુખ દ્વારા દરજી સમાજ મહિલા મંડળને સંકલપ પત્ર આપવામાં આવ્યો હતો. વધુમાં જ્યારે કનૈયાલાલ કિશોરીએ પોતાના વક્તવ્યમાં એવું પણ કહ્યું કે આપને મારી ક્યારે પણ જરૂર પડશે ત્યારે હું હરહંમેશ આપના માટે હાજર રહીશ. અંત માં સમાજની એક બાળકી દ્વારા કનૈયાલાલ કિશોરીને વિજય તિલક કરી ભારત માતા કી જય, કનૈયાલાલ તું આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ જેવા સૂત્રોચ્ચાર કરી મિટિંગ પૂર્ણ કરવામાં આવી હતી.