HIMANSHU PATEL –– DUDHIYA [ LIMKHEDA ]
દાહોદ જિલ્લાના ૧૯ – લોકસભાના ભાજપાના વિજય ઉમેદવાર અને પૂર્વ મંત્રી જશવંતસિંહ ભાભોરની વિજય રેલી યાત્રા તા.૦૫/૦૬/૨૦૧૯ બુધવારના રોજ દુધિયા આવી પહોચી હતી. જેઓનું દુધિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ આદર્શ ગામ દુધિયામાં વિજય યાત્રા આવતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોરનું ફૂલહાર અને આતિશબાજી કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આદિવાસી પોશાકમાં સજ્જ નૃત્ય કલાકારોં દ્વારા સમગ્ર યાત્રામાં આદિવાશી નૃત્ય કરવામાં આવ્યું હતું. જેણે ખુબજ આકર્ષણ જમાવ્યું હતું. માનનીય જશવંતસિહ ભાભોર દ્વારા તમામ મતદારોનો આભાર માનવામાં આવ્યો હતો. દુધિયામાં ભવ્ય સ્વાગત બાદ વિજય યાત્રાનું સમાપન દુધિયાના અયોધ્યા ધામ ખાતે કરવામાં આવ્યું હતું.