ભારતના ચુંટણી પંચના નિર્દેશાનુસાર ૧૯ – દાહોદ લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ યોજાનાર છે. આદર્શ આચારસંહિતાના અમલ માટે ચુંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ચુંટણી પંચ દ્વારા ચુંટણી પર થતા ખર્ચ નિયંત્રણ – નિરિક્ષણ માટે ઓબ્ઝર્વરો નિમણુક કરવામાં આવી છે.
તદ્નુસાર દાહોદ લોકસભા બેઠકના સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તાર પૈકી દાહોદ, ઝાલોદ, ગરબાડા, અને દેવગઢબારીયા વિધાન સભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા (IRS) એ તા. ૨૯/૦૩/૨૦૧૯ નેે શુક્રવારના રોજ મિનાક્યાર, ફાંગીયા, કાકડખીલા, પીપલોદ ચેક પોષ્ટોની મુલાકાત લીધી હતી. જ્યારે તા. ૩૦/૦૩/૨૦૧૯નેે શનિવારના રોજ ઝાલોદ તાલુકાની ચાકલીયા, ધાવડીયા, ગરાડુ વગેરે ચેક પોષ્ટોની મુલાકાત લીધી હતી. જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા નિમાયેલા F.S.T. (એફ.એસ.ટી.) અને S.S.T. (એસ.એસ.ટી) ની કામગીરીની પૃચ્છા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેઓનું રોકાણ વિશ્રામગૃહ, દાહોદ ખાતેના રૂમ.નં. ૨૦૧ તાપી કક્ષમાં છે. એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી વી.બી.પટેલે જણાવ્યુ છે.