જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્ય્ક્ષ સ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો.
દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની ઉપસ્થિતિ હેઠળ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ૨૦૨૫ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના મધુબનીથી પંચાયતી રાજ દિવસ – ૨૦૨૫ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતુ, તેમાં રાષ્ટ્રભરના નાગરિકો વર્ચ્યુઅલી માધ્યમ થકી જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા કહ્યું હતું કે, આપણે સૌ એક થઈને કામ કરશું અને સારામાં સારું કામ કરવાનો આગ્રહ રાખીશું તો વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરી શકીશું.
આ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, લોકલ ફોર વોકલ, યોગ – રમત ગમત, આપણા દેશના પ્રવાસન ક્ષેત્રો પર વધુ ભાર મુક્યો હતો. પંચાયતી રાજ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી, આયુષ અધિકારી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.