Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડા૫૦૦ તથા ૧૦૦૦ ના દરની નોટો બદલવા તથા ડિપોઝિટ કરવા માટે ગરબાડા...

૫૦૦ તથા ૧૦૦૦ ના દરની નોટો બદલવા તથા ડિપોઝિટ કરવા માટે ગરબાડા સ્ટેટ બેંકમાં લોકોનો ભારે ઘસારો,વધુ કામચલાઉ કાઉન્ટર ઊભા કરાય તેવી લોક માંગ

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

 PRIYANK CHAUHAN GARBADA

        કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં ચલણમાં રહેલી રૂપિયા ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની ચલણી નોટો ચલણમાંથી એકાએક રદ કરી એક દિવસ માટે સરકારી તથા ખાનગી બેંકો તથા એટીએમ બંધ રાખવામા આવતા સમગ્ર દેશમાં નાગરિકોને નાણાકીય વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડીરહ્યો છે.navi-final-diwali

        કેન્દ્ર સરકારના આદેશ અનુસાર દેશની બેંકોમાં તથા પોસ્ટ ઓફિસમાં૫૦૦ તથા ૧૦૦૦ ના દરની નોટો બદલવા માટે તથા પોતાના ખાતામાં નોટોડિપોઝિટ કરવાની કામગીરી આજરોજ તારીખ.૧૦/૧૧/૨૦૧૬ ના રોજથી શરૂ કરવામાં આવતા બેંકોમાં તથા પોસ્ટ ઓફિસોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

        ગરબાડામાં ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બેંક ખૂલતાંની બંધ થયેલી ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની નોટો બદલવા માટે તથા ગ્રાહકો પોતાના બેંક ખાતામાં ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની નોટો ડિપોઝિટ કરવા માટેસવારથીજ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગરબાડામાં ખાતે આવેલ સ્ટેટ બેંકની જગ્યા ખુબજ નાની હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને દિવસ દરમ્યાન નોટો ડિપોઝિટ કરવા તથા નોટોબદલવા માટે લોકોની ભારે અફરાતફરી જોવા મળી હતી. ૫૦૦ ની તથા ૧૦૦૦ ના દરની નોટો બદલવા માટે આવેલા લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં બેંકમાં રોકડ રક ખૂટી જતાં લોકોને નાણાં ન મળતા લોકોમાં ભારે નિરાશા જોવા મળી હતી.

        જેથી કરી આવનાર સમયમાં ગ્રાહકોના સંભવિત ઘસારાને પહોંચી વળવા બેંક દ્વારા વધુ કામચલાઉ કાઉન્ટર ઊભા કરી વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તથા બેંકમાં તથા પોસ્ટ ઓફિસમાં રોકડ રકમનું પ્રમાણ વધુ ફાળવાય તે ઇચ્છનીય છે જેથી કરી નાણાકિય વ્યવહાર સરળતાથી થઈ શકે અને લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments