THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસ પ સપ્ટેમ્બરે દાહોદ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે એમ.વાય. હાઇસ્કુલ સ્ટેશન રોડ, દાહોદ ખાતે ગુરૂવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સમારોહ યોજાશે. જેમા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગ્રામગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.