Sunday, January 5, 2025
Google search engine
HomeDahod - દાહોદ૫ સપ્ટેમ્બર "શિક્ષક દિન" નિમિત્તે દાહોદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શ્રેષ્ઠ...

૫ સપ્ટેમ્બર “શિક્ષક દિન” નિમિત્તે દાહોદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શ્રેષ્ઠ ગુરુઓનું આદર સાથે થયું સન્માન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 


વિદ્યાર્થીઓને ગોખણીયું શિક્ષણ નહીં, જીવન જીવવાની કળા શીખવવા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અપીલ

ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસ પ સપ્ટેમ્બર દાહોદ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ડ પ્રદર્શન કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યા સહાયકોને પૂરા પગાર હુકમ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો દ્વારા રકત્તદાન શિબિર પણ યોજાઇ હતી. જેમાં શિક્ષકોએ રક્તદાન કર્યું હતું.

શિક્ષક દિનની ઉજવણીના પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાનને બિરદાવ્યું હતુ. શિક્ષકનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે પરમાત્મા પછીનું કોઇ કામ કરી રહ્યું હોય તો તે શિક્ષક છે. સમાજને એક દિશા આપવાનાં કાર્યમાં શિક્ષકનું મહત્વનું પ્રદાન છે. મહત્વાંકાક્ષી જિલ્લામાં શિક્ષક તરીકે તમે ફરજ બજાવો છો ત્યારે તમારી પાસેથી અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. માવતર આંગળવાડીથી તમને બાળક સોંપે છે ત્યાંથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાર્થીને ઘડવાની તમારી જવાબદારી છે. અત્યારે વિશ્વના ફલક પર ભારતનું નામ છે તેવા વૈજ્ઞાનિકોનું ઘડતરનું કામ પણ શિક્ષકોએ જ કર્યુ છે. મહાન ભારતના નિર્માણ માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઘડીને પાયાની કામગીરી કરવાની છે. દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓને આધુનિક પધ્ધતિથી શિક્ષણ આપીને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનું યોગદાન આપે તે માટે સક્ષમ બનાવાના છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઇ પારગીએ શિક્ષક દિનની મહત્તા સમજાવતા શિક્ષકોને પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરવા આહ્વાન કર્યુ હતું.

જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષકને માટે દરેક દિવસ શિક્ષક દિવસ જ હોય છે. દાહોદ જિલ્લો મહત્વાકાંક્ષી જિલ્લો હોઈ શિક્ષકોએ પોતાની શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવું જોઇએ અને જિલ્લાના શિક્ષણના સ્તરને ઊંચું લઇ જવું જોઇએ. શિક્ષકોએ જિલ્લાના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરીણામો ઊંચા લાવવા સખત મહેનત કરવી જોઇએ. આ માટે તમામ વિદ્યાર્થીઓની શાળામાં નિયમિત હાજરી હોવી ખૂબ જરૂરી છે તો જ પરીણામમાં ધાર્યો સુધારો આવશે અને જિલ્લાના મૂળભૂત પ્રશ્નો સ્થળાંતર, રોજગારી વગેરેનો ઉકેલ આવશે.

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પ્રશસ્તિ પત્ર, શાલ તથા ₹.૧૫,૦૦૦/- નો ચેક આપીને કરવામાં આવ્યું હતું, જેમાં અશ્વિનકુમાર જોષી, કિરીટભાઇ પટેલ, રમણભાઇ પટેલીયા, સુરેશભાઇ માળીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રશસ્તિ પત્ર અને ₹.૫,૦૦૦/- નો ચેક આપી તાલુકા કક્ષાના શ્રેષ્ડ ૧૧ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના ૩૦૦ જેટલા વિદ્યા સહાયકોને પૂરા પગાર હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શિક્ષક દિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હોય, રકતદાન કરનાર દાતાઓનું પણ પ્રશસ્તિ પત્ર આપીને ઉપસ્થિત મહાનુભાવોએ સન્માન કર્યુ હતું. રકતદાન શિબિરમાં જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પણ ભાગ લીધો હતો અને રકતદાન ને મહાદાન જણાવતા રકતદાન કર્યુ હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એન.પી.પાટડીયા, જિલ્લા શિક્ષણ અધિકારી એ.બી. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.બી.પટેલ, એમ.વાય. હાઇસ્કુલના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments