Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદ૯મી ઓગષ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાશે

૯મી ઓગષ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારી થઇ રહી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાળ, ગુજરાત રાજયના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા હાજર રહેશે. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, સંવર્ધનના રાજયકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ અને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ આદિજાતિ કેન્દ્રિય રાજયમંત્રીશ્રી જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની ઉજવણી દાહોદ નગરમાં R.T.O. ઓફીસની બાજુમાં, મહિન્દ્રા શો રૂમની સામે, ઈંદૌર રોડ ખાતે કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજયના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરના અગ્રસચિવશ્રી મનોજ અગ્રવાલ અને આદિજાતિ વિકાસ, ગાંધીનગરના કમિશ્નરશ્રી જે.રજીથકુમાર પણ ઉપસ્થિત રહેશે.
સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીની ભાગરૂપે દાહોદ જિલ્લા ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવી રહયો છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃત્તિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખુ મહત્વ હોય જિલ્લાના તમામ નાગરિકોને આ ઉત્સવમાં જોડાવા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યુ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments