દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકામાં મુખ્ય મથક ઝાલોદમાં જસદણ એસ.ટી. ડેપોના ડ્રાઇવરનું મોત, બસની અંદર ફાંસો ખાતાં ચકચાર.
ઝાલોદ – રાજકોટ – જસદણ બસના ડ્રાઇવરનું મોત
108 એમ્બ્યુલન્સમાં ડ્રાઇવરને સરકારી હોસ્પિટલમા લઈ જવાયો. હાજર ડોક્ટર દ્વારા ડ્રાઇવરને મૃત જાહેર કર્યો.
ડ્રાઇવર મેહસાણા જિલ્લાના વસઈ ગામનો રહેવાસી હતો મૃતકના બે નાના બાળકો અને પત્નીનું કલ્પાંત અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
તાત્કાલિક એસ.ટી. ડેપોના સ્ટાફ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીયો. ફાંસો ખાવાનું કારણ શંકાના દાયરામાં.
મૃતકના સગાંઓનો મૃતક ગજેન્દ્રસિંહ ચાવડાને અધિકારીઓ દ્વારા નોકરીમાં ટોર્ચર કરતા હોવાના કરાયા આક્ષેપો જેના કારણે કંટાળીને છેલ્લું પગલું ભર્યું હોવાનું જણાવ્યું
મૃતકના પરિજન ગઈ કાલે મોડી રાત્રે ઝાલોદ પહોચ્યા હતા જ્યાં તેઓએ ગજેન્દ્રસિંહનો પાર્થિવ દેહ લેવાનું ના પાડતા જણાવ્યું હતું કે પોલીસ જ્યાં સુધી મૃતકના ઉચ્ચ અધિકારીઓ ઉપર તપાસ કરી કોઈ નક્કર કાર્યવાહી હાથ નહીં ધરે ત્યાં સુધી અમે પાર્થિવ દેહ લેવાના નથી
પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને તપાસ કરીને ન્યાય અપાવવાની હૈયાધારણ આપતા પરિવારે મોડી રાત્રે પાર્થિવ દેહ સ્વીકારી અને પોતાના વતન જવા રવાના થયા હતા.
ઝાલોદ ખાતે મૃતકનું પી.એમ કરવામાં આવ્યું અને પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે