THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા કલેકટર દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હતું કે માત્ર ખેત ઓજારોનું વેચાણ કરતી દૂકાનો, ખેત ઓજારોના વિવિધ પાર્ટ્સ અને તેનું સમારકામ કરતી દૂકાનો સંબંધિત મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવી પ્રવૃત્તિ ચાલું કરી શકશે. આ માટે માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતરના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમ છતાં દાહોદમાં દુકાનોની પરમીશન આપવાની બાબતે ગઈ કાલે અફવા ફેલાતા લોકોએ કપડાની, સ્પેરપાર્ટ્સની તથા બેકરી જેવી દુકાનો ખોલી દીધી હતી. જે ધ્યાને આવતા દાહોદ નગર સેવા સદન ચીફ ઓફિસર એ.એચ.સિંહા એ કાર્યવાહી શરૂ કરી એક બેકરી પરમિશન વગર ખોલતા સીલ કરી હતી. અને આજે તા.૨૬/૦૪/૨૦૨૦ ને રવિવારના સવારે પણ આ મામલે કડક ચેકીંગ હાથ ધરાતા દાહોદ ઠક્કર ફળિયામાં આવેલ બીસ્મિલ્લા બેકરી સીલ કરી દેવામાં આવી હતી અને ત્યાર બાદ અનાવયસ્ક ચીજ વસ્તુનું વેચાણ કરતા સુપર માર્બલને પણ સીલ માર્યું તેમ જણાવ્યુ હતું. અને ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેેવુ કહ્યું હતું.