Thursday, December 5, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદ🅱️ig 🅱️reaking : દાહોદ જિલ્લાના ઝાલોદની અનાસ નદીમાં 6 વ્યક્તિઓ તણાયા, આ...

🅱️ig 🅱️reaking : દાહોદ જિલ્લાના ઝાલોદની અનાસ નદીમાં 6 વ્યક્તિઓ તણાયા, આ 6 વ્યક્તિઓની બચાવ કામગીરીની નિષ્ફળતા માટે જવાબદાર કોણ ?

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે 6 વ્યક્તિઓ ગયા હતા જ્યાં અચાનક પાણીના વહેણ વધી જતાં આ 6 વ્યક્તિઓ ફસાયા હતા. જેમાંથી એક વ્યક્તિ નદીના વહેણમાં તણાઈ ગયો હતો અને અન્ય પાંચ વ્યક્તિઓ નદીના બેટ ઉપર ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સહીતના અધિકારી ઓ ઘટના સ્થળે પહોંચ્યા.

જો કે ત્યાર બાદ નદીના પટમાં ફસાયેલા અન્ય 5 વ્યક્તિઓ પણ નદીના વહેણમાં તણાઈ ગયા હતા. વહીવટી તંત્રની હાજરીમાં બચાવ કામગીરી નહીં થઈ શકતા અન્ય 5 વ્યક્તિઓ પણ તણાઈ ગયા.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE 

કલાકો બાદ પણ આ વ્યક્તિઓને બચાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું. તો આ પાંચેય વ્યક્તિઓને તંત્ર દ્વારા બચાવવાની કામગીરીની નિષ્ફળતા માટે જવાબદાર કોણ ? આ પાંચેય વ્યક્તિઓને બચાવવાની કામગીરી માટે કોની રાહ દેખાતી હતી અને આ વ્યક્તિઓ જ્યારે નદીના બેટ પર હતા તે વખતે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ? તેવું લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments