THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૯/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ કોરોના વાઇરસનો આજે બીજા દિવસે ફરીથી મોટો બૉમ્બ વિસ્ફોટ થયો. દાહોદ જિલ્લાના કુલ ૧૩ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૬૫ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૬૫ સેમ્પલો પૈકી ૧૫૨ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૩ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૧૩ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટ મચી ગઇ છે.
દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 ની ટીમ વતી એક વિનંતી કે ઘરમાં રહો સુરક્ષિત રહો. વગર કારણે બજાર કે કોઈપણ જગ્યાએ જવાનું ટાળો.
આજ રોજ તા.૦૯/૦૭/૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો ફરીથી મોટો બૉમ્બ બ્લાસ્ટ થવા પામ્યો છે. અને કુલ ૧૩ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) હરીશ નગીનભાઈ પરમાર, ઉ.વ. – ૩૪ વર્ષ રહે. નાના ડબગરવાડ, દાહોદ, (૨) મિત ચેતનભાઈ પરમાર ઉ.વ. – ૧૨ વર્ષ, રહે. નાના ડબગરવાડ, દાહોદ, (૩) જયશ્રીબેન અજયભાઈ પરમાર ઉ.વ. ૩૦ વર્ષ, રહે. નાના ડબગરવાડ, દાહોદ, (૪) અજય નગીનભાઈ પરમાર ઉ.વ. ૩૨ વર્ષ, રહે. નાના ડબગરવાડ, દાહોદ આ તમામ એક જ પરિવારના છે. તથા અન્ય વ્યક્તિઓમાં (૫) તબસુમ યુસુફ કાજી ઉ.વ. ૨૮ વર્ષ, રહે. મુલ્લાવાડ, દાહોદ (૬) પુષ્પા દિલીપભાઈ માખીજાની ઉ.વ. ૫૫ વર્ષ રહે. સ્ટેશન રોડ, દાહોદ, (૭) ભારતીબેન મહેન્દ્રભાઈ માખીજાની ઉ.વ. ૩૦ વર્ષ, રહે. સ્ટેશન રોડ, દાહોદ, (૮) સલીમભાઈ સત્તારભાઈ અનુસવાલા ઉ.વ. ૪૬ વર્ષ, રહે. મોટા ઘાંચીવાડા, દાહોદ, (૯) રુદ્ર મહેન્દ્ર માખીજાની ઉ.વ. ૦૩ વર્ષ, રહે. સ્ટેશન રોડ, દાહોદ, (૧૦) સામિનાબેન સરફરજખાન પઠાણ ઉ.વ. ૪૫ વર્ષ, રહે. દાહોદ (૧૧) ભરતભાઈ ઋષભલાલ ચોપડા ઉ.વ. ૪૩ વર્ષ, રહે. દાહોદ, (૧૨) મનોજ લીલારામ હરવાની ઉ.વ. ૪૬ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ અને (૧૩) ઉમેશકુમાર પી. ભોઇ ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ભોઈવાડા, દેવગઢ બારીયા, જી. દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આ ૧૩ કોરોના પોઝીટીવ વ્યક્તિઓમાંથી જે ઉપરના જે ૦૪ વ્યક્તિઓ છે તેમાના સગાને કાલે પોઝીટીવ આવેલ અને તેઓ તેમના સંપર્કમાં આવેલ હતા. આ તમામ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૧૨ અને દેવગઢ બારીયામાં – ૦૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ ૧૩ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૧૧ થઈ છે. જેમાંથી કુલ ૫૦ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૮ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૩ થયો છે.