આજે તા.૦૨/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આવેલ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માંથી ૦૪ કોરોના મુક્ત દર્દીઓને બપોરના ૧૨:૩૦ કલાકે રજા આપવામાં આવી હતી અને હવે ૦૨ જ એક્ટિવ કેસ બચ્યા હતા. પરંતું અનલોક-01 ના બીજા દિવસ એટલેકે આજે થોડી વાર પહેલા જ કુલ ૧૧૧ વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાંથી ૧૦૯ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૨ વ્યક્તિ ઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ બે વ્યક્તિમાં બંને વ્યક્તિ ગરબાડા તાલુકાના ભિલોઈ ગામના છે. જેમાં (૧) ભીખુભાઇ દિતિયાભાઈ ભુરિયા – ઉ.વ. – ૪૫ વર્ષ અને (૨) દેવાભાઈ લાલાભાઈ ભુરિયા – ઉ.વ. – ૨૭ વર્ષ. આ બંનેના કોન્ટેક્ટનું અને ટ્રાવેલ હિસ્ટ્રી તંત્ર દ્વારા તપાસ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અનલોક – 01 જાહેર કરતા સમગ્ર બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે તે અનુસંધાને આવતા સમયમાં વધુ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓ સામે આવે તેવું પણ જણાઈ રહ્યું છે. જો તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો દાહોદ જિલ્લો કોરોના મુક્ત થવાના આરે હતો તેમાં ફરીથી કોરોના માથું ન ઉંચુ કરે તે તંત્રએ જોવું રહ્યું.
હાલમાં દાહોદ જિલ્લામાં કુલ ૩૬ કોરોના પોઝીટીવ કેસ માંથી ૩૨ વ્યક્તિઓ સરકારી પોલિસીને આધીન સજા થઈ ઘરે પરત ગયેલ છે અને ૦૪ કેસ એક્ટિવ છે.