દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નજીક નાનસલાઈ ગામે ગમખ્વાર અકસ્માત થયો, SUV કાર તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે બે ના મોત, એક યુવક તેમજ યુવકના માસી નું ઘટના સ્થળે મોત
SUV કારની બાઇક સવાર સાથે ધડાકા ભેર અથડાતા બાઈક સીધી ઉછળીને નજીકના ખેતરમાં અને SUV પણ રોડ ઉપરથી ઉતરી અને ખેતસરમાં ઉતરી ગઈ હતી.
બાઈકનું ટાયર પણ નીકળી તેનાથી આગળ પડ્યું હતું અને SUV ને પણ આગળના ભાગે અથડાતા ભારે નુકશાન.
યુવાન અને તેની માસી ઝાલોદ થી ખરીદી કરી પરત ઘરે જતા હતા અને રસ્તામાં નડ્યો અકસ્માત. અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને વ્યક્તિઓ નું પી.એમ કરી પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.