દાહોદના ગોઘરા રોડ પર સ્થિત ભરવાડના ઘરો પાસે ખુલ્લી જગ્યામાં મૂકી રાખેલ ઘાસ ચારા લાગી આગ. ગાયોને ખવડાવવા માટે લાવેલ સુકી ઘાસમાં અગમ્ય કારણો સર મોડી રાત્રે લાગી આગ. સુકાયેલી ઘાસમાં આગ લાગતા જોતા જોત જોતામાં આગએ વિક્રાળ રૂપ ધારણ કરી લીધું હતું. આંગ લાગતા આસ પાસના લોકો દોડી આવ્યા અને આગને પાણીનો છટકાવ કરી કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. પરંતુ આગે વિક્રાળ રૂપ ધારણ કરી લેતા દાહોદ નગરપાલીકા ફાયરને જાણ કરવામાં આવી.
ફાયર સ્ટેશન ઉપર જાણ થતા જ પાલિકાના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ભારે જહેમત બાદ આંગને કાબૂ કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં ગાય ભેસોંને ખવડાવવાની સુકાયેલી ઘાસ બળીને ખાક થઈ ગઈ હતી અને આ ઘટનામાં કોઈની જાનહાનિ તો નથી થઈ પરંતુ ઘાસ બલી જતા લાખો રૂપિયાનું નુકસાન ગોપલકોને થયું છે