દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૨૦/૦૫/૨૦૨૦ ને મંગળવારના સવારમાં સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ૦૨ દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે સાંજના અંદાજે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૩૨ વ્યક્તિઓના રિપોર્ટ આવતા તેમાં ૨૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવેલ છે જ્યારે ૦૧ મહિલાનો રિપોર્ટ પોઝીટિવ આવતા તંત્ર અને જિલ્લામાં ચિંતાનું માહોલ જોવા મળ્યો હતો અને તંત્ર દોડતું થઈ વધુ સજાગ બન્યું હતું.
વધુમાં તા.૧૫/૫/૨૦૨૦ ના રોજ કુલ ૦૪ મહિલાઓ કે જે અમદાવાદથી આવ્યા હતા તેમાંથી ૦૩ મહિલાઓને તા.૧૮/૦૫/૨૦૨૦ ના રોજ કોરોના પોઝીટીવ કઅવ્યો હતો. અને અન્ય એક મહિલા કંકુબેન દેવડાનો આજ રોજ રિપોર્ટ આવતા તે પણ કોરોના પોઝીટીવ આવ્યા છે તેવું જાહેર થયું છે. આ મહિલાને પણ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ દાહોદમાં આ ૦૧ નવા કોરોના પોઝીટીવ કેસ સાથે સાથે કુલ ૨૭ કોરોના પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે. જેમાંથી ૧૮ ને રજા અપાઈ છે અને ૦૯ હોસ્પિટલાઈઝ છે.