દાહોદમાં દબાણો દૂર કરવાનું શરૂ થતાં વેપારીઓ માં ભય નો માહોલ, દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાના પગલે દાહોદમાં ગઈ કાલ થી દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. આ પ્રક્રિયામાં ગોધરા રોડ અને ગોદી રોડ ઉપરના દબાણો દૂર કરાયા હતા
જ્યારે આજે દાહોદ વેપારી એસોસિયેશન દ્વારા દાહોદ કલેકટર હર્ષિત ગોસવી, SDM એન.બી રાજપૂત અને નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ ને આવેદન આપ્યું હતું
આવેદનમાં મુખ્ય રજૂઆત દાહોદના 1000 ઉપરાંત દુકાનદારો બે રોજગાર થશે અને જેના પગલે દાહોદની સવા લાખ વસ્તી પૈકી 70 થી 80 હજાર લોકોને આ દબાણો તૂટવા થી અસર થશે તેવું જણાવ્યું હતું
દાહોદ ના દુકાનદાર એસોસિયેશન ની મુખ્ય રજૂઆતો એ હતી કે આ વેપારીઓ ને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી આ લોકો ધંધા રોજગાર વગર રસ્તે રજળતા ના થઈ જાય અને તેમનો ઘર પરિવાર ભૂખે ન મરે, કારણકે આ દુકાનદારોએ કરજ લઈ અને ધંધો કરે છે રોજ કમાય છે રોજ ખાય છે. આવા લોકો જો બે રોજગાર થશે તો એમના પરિવારો નું શું?
સરકાર આ મામલે કોઇ વિકલ્પ વિચારી અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી વેપારીઓ ની ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને વિનંતી છે, અને આ મુદ્દાને સંવેદનશીલ મુદ્દો સમજી સરકાર વહેલી તકે એક્શનમાં આવે તેવી વેપારીઓની માંગ છે જેના માટે તેઓએ આવેદન આપ્યું હતું.