THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ. દાહોદના નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, વાવાજોડા સાથે વરસાદ ખાબકયો. ભારે પવન સાથે વરસાદ પડતાં દાહોદના મોટા ભાગના વિસ્તારોમાં છુટ્ટા છવાયા વૃક્ષો ધરસાઈ થતા મકાનો ગાડીઓને નુકસાન.
સમગ્ર દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા અમુક વિસ્તારોમાં વીજ વાયર અને વીજ થાંભલા પડી જતા વીજળી ડૂલ થઈ ગઈ હતી ત્યારે આ વરસતા વરસાદમાં પણ GEB ના કર્મચારીઓ દ્વારા આ પડી ગયેલા વીજ થાંભલા અને તૂટી ગયેલ વીજ વાયરનું સમારકામ કરી પુનઃ વીજળી શરૂ કરેલ.
જ્યારે દાહોદ નગર પાલિકા દ્વારા પણ આ વરસતા વરસાદમાં ઉત્તમ કામગીરી કરતા નજરે ચઢેલ. જેમકે ગાજવીજ સાથે પડેલ વરસાદના કારણે અમુક વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષો ધરાસહી થતા તેને ઇલેક્ટ્રિક કટર વડે કાપી આને JCB ની મદદ વડે આ કપાયેલ વૃક્ષોને સાઈડ ઉપર હટાવવાની કામગીરી કરેલ અને અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ત્યાં દીવાલોમાં JCB ની મદદ વડે કાણાં પાડી પાણીનો નિકાલ કરી સારાહનીય કામગીરી કરતા નગરના લોકોએ GEB તથા નગર પાલિકા કર્મચારીઓની પ્રશંશા કરી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રાને આવકારતા મેઘરાજાએ દાહોદમાં મોડી પણ ધમાકેદાર કરી એન્ટ્રી