THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. દાહોદમાં ચોમાસું બેસતાની સાથે દાહોદમાં વરસાદની થઈ શરૂઆત. ગાજવીજ અને ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ. ગઈ કાલ મોડી રાત થી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે આજે તા. ૨૫/૦૭/૨૦૨૧ ને રવિવારના દિવસે સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.
વરસાદ વરસતા ધરતી પુત્રો એ લીધો હાશકારો અનુભવ્યો હતો. વરસાદ પડતાં મકાઇના પાકને મળશે બળ. દાહોદમાં સતત વરસાદ છતાં હજી પણ ઘરોમાં આશહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થાય રહ્યો છે.. જે સૂચવે છે કે દાહોદમાં આવનાર દિવસોમાં પણ વરસાદ પડશે