THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદમાં આજે તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ વધુ એક કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈ કાલ તા.૦૮/૦૫/૨૦૨૦ના રોજ દાહોદમાંથી લીધેલા ૧૦૭ જેટલાં સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા જે પૈકી ૧૦૬ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ નો રિપોર્ટ પોઝીટીવ આવતા દાહોદ શહેર સહીતના લોકોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાવાસીઓ સહીત વહીવટીતંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેના લીધે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના સંક્રમણને નાથવા માટે દાહોદ શહેરના જુના વણકરવાસને કન્ટેઇનમેન્ટ એરીયા તેમજ સમગ્ર કસ્બા વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ બહારગામથી આવતા દરેક લોકો પર આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ક્વોરોન્ટાઈન કરી તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ગત 2 દિવસ પહેલા મુંબઈના બાંદ્રાથી દાહોદ આવેલા અતાઉદ્દીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલ તમામ લોકોનું સ્ક્રીનિગ કરી ટેસ્ટ કરવામાં આવતા તેની ગાડીનો ચાલક કે જે તેને મુંબઈથી દાહોદ લાવેલ હતો તેને પણ સંક્રમણ થતા ડ્રાઇવર સુજાઉદ્દીન નેનુદ્દીન કાજી ઉ.વ.-૩૨ વર્ષનો રિપોર્ટ આજે તા.૦૯/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને તેને દાહોદની સિવિલ હોસ્પિટલમાં ક્વોરાન્ટાઈન કરી આઇસોલેશન વોર્ડમાં ખસેડી દેવામાં આવેલ છે. અને તેના પણ સંપર્કમાં આવેલ લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે.