દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૦૩/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ વધુ 1 કોરોના પોઝીટીવ આવતા સમગ્ર દાહોદ અને તંત્રમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
એક બાજુ રાજ્ય સરકાર દ્વારા અનલોક – ૧ (લોકડાઉન -૫) જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ આજે અનલોક – ૧ ના ત્રીજા દિવસે કુલ – ૯૧ લોકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા તેમાંથી ૯૦ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ૧ મહિલા નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ અનલોક – ૧ (લોકડાઉન ૫) માં સળંગ બે દિવસમાં આ ત્રીજો કોરોના પોઝીટીવનો કેસ દાહોદમાં નોંધાયો છે. આ મહિલાની ટ્રાવેલ હિસ્ટરી તપાસતા તે દાહોદ શહેરના છાબ તળાવની સામે ભાવનગર થી આવેલ છે. જેનું નામ હાદિકા મોહસીનભાઈ મન્સૂરી – ઉ.વ.- ૩૫ વર્ષને કોરોના પોઝીટીવ આવેલ છે. આ બેનની આગળની ટ્રાવેેેલ હિસ્ટરી અને કોન્ટેકટમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અને વધુ કોન્ટેકટ ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અને તેમને ઈલાજ માટે ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હાલ દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ ૩૭ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી ૩૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે અને હાલમાં આજના એક કોરોના પોઝીટીવ સાથે કુલ ૦૫ કેસ એક્ટિવ છે.