THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદમાં વધુ એક વ્યક્તિનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દાહોદમાં આ એક કેસ મળી અત્યાર સુધીમાં કુલ ૪ કેસ નોંધાયા છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના જણાવ્યા મુજબ, ઇન્દોરથી મૃતદેહ લઇ દાહોદમાં દફનવિધિ માટે આવેલા કુંજડા પરિવારની એક બાળકીને સૌ પ્રથમ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ ચોથો કેસ. બાળકીના સંપર્કમાં આવેલા તેના ૨૫ વર્ષીય મામાને પણ કોરોના લાગુ પડ્યો છે. બાળકીના પરિવારજનોને સરકારી કવોરોન્ટાઇનમાં રાખ્યા બાદ ૧૩માં દિવસે પરિવારજનોના રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી બાળકીના મામાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ તા.૨૧/૦૪/૨૦૨૦ બપોરનાં ૦૩:૦૦ વાગ્યાની સ્થિતિએ તેને દાહોદના સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. બાળકીના સંપર્કમાં આવેલા તેના ૬ પરિવારજનો સહિત કુલ ૨૧ વ્યક્તિને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેનાં ૧૪ દિવસનો સમયગાળો તા.૨૦/૦૪/૨૦૨૦ ના રોજ પૂરો થતો હતો. એ પૂર્વે તા. ૧૮/૦૪/૨૦૨૦ ના રોજ તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી બાળકીના મામાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ નથી. એટલે કે એસિમ્પ્ટોમેટિક કેસ છે.