દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં કિન્નરો દ્વારા આજે તા.૧૬/૦૬/૨૦૧૯ ને રવિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાકે દાહોદના જુની કોર્ટ રોડ પાર આવેલ રામજી મંદિર પાસેથી દેવી માતાઓની ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી. આ શોભાયાત્રા ટેલિફોન એક્સચેન્જ પાસેથી ચાકલિયા રોડ થઈ અંડર બ્રિજમાંથી ગોદી રોડ પહોંચી હતી. ત્યાંરબાદ શોભાયાત્રા ગોદી રોડ થઈ સિગ્નલ ફળિયામાં નાચતા કુદતા પહોંચી હતી. જ્યાં માતાજીની મૂર્તિઓની સ્થાપના મંદિરમાં કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં સમગ્ર ગુજરાત કિન્નરોએ દાહોદ આવી અને ભાગ લઈ જોડાયા હતા. મોટી સંખ્યામાં કિન્નરોની શોભાયાત્રા ધામધૂમ થઈ નીકળી હતી