THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્કાર કેન્દ્ર દ્વારા બે દિવસીય એડવેન્ચર મોનસૂન ફેસ્ટિવલનું આયોજન આજે તા.20/07/2019 ને શનિવારના રોજ કરવામાં આવ્યું. અને આ દ્વિ-દિવસીય ફેસ્ટિવલનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું.
સંસ્કાર કેન્દ્ર દ્વારા એડવેન્ચર રાખવાનું વિશેષ કારણ એ જ છે કે આજના જમાનામાં બાળકો અને વાલીઓ ટી.વી અને મોબાઈલમાં લિપ્ત રહે છે. તો તેઓમાં આ એડવેન્ચર પ્રવૃતિઓથી સાહસિક વૃત્તિ વધે, પ્રાકૃતિક આપદામા મદદરૂપ કેવી રીતે થઈ શકે અને પોતે ખાસ તો ફિટ કેવી રીતે રહી અને પોતાનું જીવન અને કેરિયર આગળ વધારી શકે તે માટે 2 દિવસની મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં દાહોદની દરેક શાળામાંથી 5 વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલ અને એડવેન્ચર કેમ્પ માટે સિલેક્ટ કર્યા છે અને કુલ મળી ને 9 જુદી જુદી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ થી બાળકોના મનોબળ અને ફિટનેસ બંને મજબૂત થશે.